આજે વિશ્વ કવિતા દિવસ તેમજ વિશ્વ ફોરેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
Live TV
-
આજનો દિવસ વર્લ્ડ કવિતા અને ફોરેસ્ટ દે તરીકે ઉજવવામાં આવે છે. અને આ બંને દિવસના હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
દર વર્ષે 21મી માર્ચનો દિવસ વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિતાઓ એટલે શબ્દોને એ રીતે પરોવા કે તે હૃદયમાં ઘર કરી જાય અને વગર કઈ કહે ઘણું બધું સમજાવી જાય. કવિતાનું ખુબ જ મહત્વ છે આ એક એવું સર્જન છે જે લખનાર અને વાંચનાર બંનેના મનમાં એક અસર પાડે છે. 1999માં યુનેસ્કો દ્વારા વિશ્વના કવિઓની સર્જનક્ષમતા અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભારતીય સાહિત્ય ઇતિહાસમાં કવિતાનું એક અનેરું મહત્વ રહ્યું છે ભારતીય કવિતાઓમાં ભાષા તથા લોક જીવનના આધારે વૈવિધ્ય જોવા મળે છે રવીન્દ્રનાથ ટાગોરને તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલી માટે વર્ષ 1013 માં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પંજાબના કવિ અવતાર સિંહ સંધુ જે પાશ નામે જાણીતા છે તેઓ એ ક્રાંતિકારી કવિતાઓ લખી હતી, અમૃતા પ્રિતમે જીવનમાં પ્રેમનું મહત્વ તેમની કવિતાઓ દ્વારા દર્શવ્યું હતું, જયારે ગુજરાતના કવિ નર્મદ, દલપત રામ, અને કલાપીની કવિતાઓમાં આપણને ગુજરાતના લોકજીવનનું દર્પણ જોવા મળે છે આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે ટ્વિટર પર #વલ્ડ પોએટ્રી ડે નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
દર વર્ષે 21 માર્ચ નો દિવસ વલ્ડ ફોરેસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે લોકોમાં જંગલો પ્રત્યે જાન જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 2012માં આજના દિવસને વલ્ડ ફોરેસ્ટ ડે તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક ચોક્કસ પ્રકાર ની થીમ રાખવામાં આવે છે આ વર્ષે વધતા જતા પ્રદુષણ અને શહેરીકરણના કારણે જંગલોના પ્રમાણમાં થઇ રહેલા સતત ઘટાડાને અનુલક્ષીને "Forest restoration: a path to recovery and well-being." થીમ રાખવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ જન જીવન ની સુખાકારી માટે જંગલનું મહત્વ લોકો સુધી પહોંચે તેવો છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નીતિન ગડકરી, હરદીપસિંઘ પૂરી તેમજ અન્ય મંત્રીઓ એ ટ્વીટ દ્વારા વર્લ્ડ ફોરેસ્ટ ડે ની શુભકામનાઓ પાઠવી છે
