ઈઝરાયેલે લેબનાનની રાજધાની બેરુત પર કર્યો હવાઈ હુમલો
Live TV
-
ઈઝરાયેલે લેબનાનની રાજધાની બેરુત પર કર્યો હવાઈ હુમલો
ઇઝરાયલે ગુરુવારે લેબનનની રાજધાની બેરૂતમાં એક ઇમારત પર હવાઈ હુમલો કર્યો હતો. રોયટર્સના અહેવાલ મુજબ આ હુમલામાં 22 લોકો માર્યા ગયા છે. જ્યારે 117 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના સૈન્ય અભિયાનના વિસ્તરણ બાદ બેરુતમાં ત્રીજો હવાઈ હુમલો છે. અહેવાલો મુજબ ઈઝરાયેલે હિઝબુલ્લાના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને નષ્ટ કરી દીધુ છે. જેમાં નસરલ્લાહ અને તેના અનુગામી હાશેમ સફીદીન પણ સામેલ છે..જોકે આ હુમલામાં લેબનાનના નાગરિકો પણ ભોગ બન્યા છે. તો બીજી તરફ સાઉદી અરબ અને કતરે કહ્યું- ઈરાન પર હુમલો કરવા માટે એરસ્પેસ ખોલશે નહીં. વાસ્તવમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ગુરુવારે દેશની સુરક્ષા કેબિનેટ સાથે બેઠક કરી હતી. દાવા મુજબ નેતન્યાહુએ ઈરાન પર હુમલો કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે આ બેઠક યોજી હતી.