લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સૈનિકો પર થયેલ હુમલાની 40 દેશોએ કરી ટીકા
Live TV
-
લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સૈનિકો પર થયેલ હુમલાની 40 દેશોએ કરી ટીકા
લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરિક દળ માં પોતાના સૈનિકો મોકલનાર 40 દેશોએ શાંતિ સૈનિકો પર થયેલ ઇઝરાયેલી હુમલાની નિંદા કરી છે. સંયુક્ત નિવેદનમાં 40 દેશોએ તમામ પક્ષોને યુએનઆઇ એફઆઇએલના મિશન નું સન્માન કરવા અને પોતાના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચીત કરવાનું આહવાન કર્યું છે. જ્યારે યુએનઆઇ એફઆઇએલે ઇઝરાયેલ સેના પર જાણી જોઇને તેઓના સ્થાને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે હસ્તાક્ષર કરવામાં ઘાના, નેપાળ, મલેશિયા, સ્પેન, ફ્રાન્સ અને ચીન સહિત વિવિધ દેશોનો સમાવેશ થાય છે. દક્ષિણ લેબનાનમા ઇઝરાયેલ અને હિઝબુલ્લાઓ વચ્ચે જમીની સંઘર્ષ સતત ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ શાંતિ સૈનિકો ઘાયલ થયા છે.