ઈરાનમાં નવા પ્રમુખની પસંદગી માટે મતદાન શરુ
Live TV
-
ઈરાનમાં નવા પ્રમુખની પસંદગી માટે આજે મતદાન શરુ થયું હતું. પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અભિપ્રાય મતદાનમાં ન્યાયપાલિકાના વડા ઇબ્રાહિમ રૈસી મતદારોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા છે. તેના મુખ્ય હરીફ અબ્દુલનાસીર હેમતી છે જે કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખમાનીએ આજે સવારે તેહરાનમાં પોતાનો મત આપ્યો હતો અને લોકોને મતદાન કરવા વિનંતી કરી હતી. અસંતુષ્ટો અને કેટલાક સુધારાવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આહવાન કર્યો છે. પ્રથમ તબક્કામાં કોઈ પણ ઉમેદવારને 50% થી વધુ મતો ન મળવાની સ્થિતિના કારણે બીજા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે.
