આવતીકાલે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કરાયું આયોજન
Live TV
-
સમગ્ર વિશ્વમાં યોગ અને તેના મહત્વની સાથે સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આવતીકાલ રવિવારે ચીનમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ અવસરે અંદાજિત 500 લોકો યોગ શિબિરોમાં ભાગ લેશે. આ પ્રસંગે યોગ અંગેના વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવશે. ભારતીય યોગગુરુ મોહન ભંડારીએ કહ્યું કે ચીનમાં યોગ ખૂબ જ પ્રખ્યાત છે. હાલમાં ત્યાં 15 થી વધુ યોગ કેન્દ્રો કાર્યરત છે, જેમાંના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને કેટલાકમાં તેમની સંખ્યા 50 હજાર સુધીની છે. મોહન ભંડારીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવા માટેપ્રધાનમંત્રીની પ્રશંસા કરી.
સ્વાસ્થ્યની કાળજી માટે ભારતની યોગ પ્રણાલીને હવે વિદેશમાં પણ લોકો અપનાવતાં થયા છે તે ગૌરવની બાબત છે.
