પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ઇબ્રાહિમ રૈસીને ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
Live TV
-
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસીને જીત બદલ અભિનંદન પાઠવતી ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, હું ઈરાનના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસીને જીત બદલ અભિનંદન પાઠવું છું તેમજ ભારત અને ઇરાનના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છું. અત્રે નોંધનીય છે, કે ઇબ્રાહિમ રૈસી હવે જૂના રાષ્ટ્રપતિ હસન રુહાનીનું સ્થાન લેશે.
