IOAએ ટોક્યોના આયોજકો પાસેથી સ્પષ્ટતા માંગી
Live TV
-
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)એ ટોક્યો ગેમ્સના આયોજકોને સ્પષ્ટતા કરવા કહ્યું કે, શું દેશના રમતવીરોના જાપાનમાં પ્રવેશ પર લાદવામાં આવેલા કડક નિયમોમાં તે લોકોનો સમાવેશ પણ કરવામાં આવશે કે જેઓ હાલમાં વિદેશમાં તાલીમ લઈ રહ્યા છે અને ત્યાર બાદ ત્યાં જ રહેવાના છે.
ઓલિમ્પિક રમતોના આયોજકોએ ભારત સહિત 11 દેશોના તમામ મુસાફરો માટે કડક નિયમો સૂચવ્યા છે. આઇઓએએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય ટુકડીના રમતવીરો તેમજ સભ્યો ટોક્યો જવા રવાના થાય તેના 48 કલાકથી વધુ પહેલા કરવામાં આવેલા આરટી-પીસીઆર પરીક્ષણો માન્ય રાખવામાં નહિ આવે તેવી સૂચના આપવામાં આવી છે.
