ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો વચ્ચે 65 વર્ષ પછી ઐતિહાસિક મુલાકાત
Live TV
-
ઉત્તર કોરિયાના શાસક કીમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જેઈ ઇન વચ્ચેની ઐતિહાસિક મુલાકાતને સમગ્ર વિશ્વએ આવકારી છે.
1953ના કોરિયન યુદ્ધ બાદ બન્ને દેશ વચ્ચે અત્યંત કડવાશ પેદા થઈ હતી. આ યુદ્ધના 65 વર્ષ બાદ પહેલીવાર ઉત્તર કોરિયાના પ્રમુખ સરહદ પાર કરીને દક્ષિણ કોરિયામાં પહોંચ્યા હતા. બન્ને દેશની સરહદે આ ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. કીમ જોંગ ઉન સામે ચાલીને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂનને મળ્યા હતા. બાદમાં કીમ જોંગ ઉને ગેસ્ટ બુકમાં લખ્યું હતું કે એક નવા ઈતિહાસનો પ્રારંભ થઈ રહ્યો છે. દુનિયાભરમાં કરોડો લોકોએ આ મુલાકાતને ટીવીના પડદે નિહાળી હતી.