વિદેશમંત્રી સુષમા સ્વરાજ ચીનની સફળ યાત્રા બાદ મંગોલિયાની બે દિવસીય યાત્રા પર
Live TV
-
પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાની વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં આતંકવાદ પર પ્રહાર કર્યા.
વિદેશમંત્રી સુષમા સ્વરાજ ચીનની સફળ યાત્રા બાદ મંગોલિયાની બે દિવસીય યાત્રા પર છે. છેલ્લાં 42 વર્ષમાં કોઈ પણ ભારતીય વિદેશ મંત્રીની આ પ્રથમ મંગોલિયા યાત્રા છે. બંને દેશો વચ્ચે, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક સંબંધોને ,વધારે મજબૂત બનાવવા નેતૃત્વ સાથે દ્વિ- પક્ષીય વાતચીત થઈ હતી. સાથે જ વિદેશ મંત્રીએ મંગોલિયાના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલાં પોતાની યાત્રા દરમિયાન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બિજિંગમાં શાંગાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લીધો હતો. સુષ્મા સ્વરાજે પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાની વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં આતંકવાદ પર પ્રહાર કર્યા હતા. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વર્તમાન સ્થિતિ જોતાં તેમાં બદલાવ કરવાની પણ હિમાયત કરી હતી.