સુષ્મા સ્વરાજ આજે શાંધાઇ સહયોગ સંગઠનને બેઠકમાં ભાગ લેશે
Live TV
-
ચીનના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે શાંધાઇ સહયોગ સંગઠનને બેઠકમાં ભાગ લેશે.
ચીનના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે શાંધાઇ સહયોગ સંગઠનને બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય બેઠક બેજિંગમાં ગઇકાલથી શરૂ થઈ હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપીંગ અને ઉપરાષ્ટ્રપતિ વોંગ કુશાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ઘણી મહત્વપૂર્મ છે. કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્રા પર વિચારોનું આદાન પ્રદાન કરવા અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા 27 અને 28 એપ્રિલના રોજ ગુહાન શહેરમાં એક અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સાથે રક્ષામંત્રી સીતારમણ પણ ચીનમાં છે સીતારમણ પણ એસસીઓની બેઠકમાં ભાગ લેશે. આશા રાખવામાં આવી રહી છે કે, ભારતીય રક્ષામંત્રી ચીનના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. જેમાં ચીન અને ભારત વચ્ચેના વિવાદાસ્પદ મુદ્દા પર વાતચીત થવા ઉપરાંત સહયોગના અવસર શોધવા પણ સામેલ છે.