ટોરંટો - વાન ચાલકે લોકોને કચડતા 10 ના મોત, 16 લોકોને ઇજા
Live TV
-
ટોરંટો ડાઉનટાઉનમાં આજે એક વાને કેટલાંય રાહદારીઓને કચડી નાંખ્યા છે. આ વારદાતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂકયા છે.
ટોરંટો ડાઉનટાઉનમાં આજે એક વાને કેટલાંય રાહદારીઓને કચડી નાંખ્યા છે. આ વારદાતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂકયા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ એક્સિડન્ટમાં થયેલ નુકસાનની માહિતી આપતા હાલ એટલું કહ્યું કે તેણે જાણી જોઇને અંજામ આપ્યો કે નહીં.
અકસ્માત બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે કહ્યું કે આ એક જટિલ તપાસ સાબિત થવા જઇ રહી છે. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. પીટરે કહ્યું કે તેમની તપાસ ચાલુ છે. આની પહેલાં ઘટના બાદ તરત પોલીસની તરફથી સામે આવેલી માહિતીમાં 8-10 રાહદારીઓને કચડી નાંખ્યાની વાત કહેવાઇ હતી.
બાદમાં ડેપ્યુટી પોલીસ ચીફે 10 લોકોના મોતની પુષ્ટિ કરી દીધી છે. સ્થાનિક મીડિયાના મતે વાન ચાલક ઘટના બાદ વાહનને ઘટનાસ્થળને લઇ ભાગવામાં સફળ રહ્યું હતું પરંતુ બાદમાં તેની ધરપકડ કરી લેવાઇ.