નોર્થ કોરિયામાં બસ અકસ્માતમાં 32 ચીની ટૂરિસ્ટ્સ સહિત 36 લોકોનાં મોત
Live TV
-
નોર્થ કોરિયામાં એક બસ દુર્ઘટનામાં 36 યાત્રીઓના મોત થયા. જેમાં 32 ચીન અને 4 કોરિયન નાગરિક હતા.
નોર્થ કોરિયામાં એક બસ દુર્ઘટનામાં 36 યાત્રીઓના મોત થયા. જેમાં 32 ચીન અને 4 કોરિયન નાગરિક હતા. ચીનના વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન લૂ કોન્ગે જણાવ્યું કે, રવિવારે મોડી સાંજે નોર્થ કોરિયાના હુંગાઇ પ્રાંતમાં એક બસ અકસ્માતમાં 32 ચીની યાત્રીઓના મોત થયા. લોકલ રિપોર્ટ્સમાં ખરાબ હવામાન અને સડક સમારકામના કારણે આ દુર્ઘટના થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
- લૂ કોન્ગે જણાવ્યું કે, હાલ અકસ્માતના કારણ વિશે જાણી શકાયું નથી. ઘટનાની તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કુલ 36 લોકોનાં મોત થયા છે. કેટલાંક લોકો ઘાયલ થયા છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ કાટમાળમાં દબાયેલા લોકોને પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બહાર કાઢ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ચાઇના સ્ટેટ બ્રોડકાસ્ટરે જણાવ્યું બસ પૂલ પરથી પડી
- ચાઇના સ્ટેટ બ્રોડકાસ્ટર સિટીઝને શરૂઆતમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ટૂરિસ્ટ બસ બ્રિજ નીચેથી પડી જવાના કારણે 30થી વધુ લોકોનાં મોત થયા છે, પરંતુ થોડાં સમય બાદ જ આ ટ્વીટ હટાવી દેવામાં આવી હતી.
નોર્થ કોરિયામાં 1 લાખથી વધુ ચીની ટૂરિસ્ટ્સ
- ચીનની લાંબી બોર્ડર નોર્થ કોરિયાથી મળે છે. બંને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધ છે. નોર્થ કોરિયાની પર્સનલ ટ્રાવેલ એજન્સીના માલિક સાઇમન કોકરેલના જણાવ્યા અનુસાર, અહીં દર વર્ષે ચીનથી અંદાજિત 1 લાખ ટૂરિસ્ટ્સ આવે છે. વળી, અન્ય દેશોથી માત્ર 4થી 5 હજાર ટૂરિસ્ટ્સ આવે છે.
ટૂરિસ્ટ્સ માટે કડક નિયમ
- સીએનએન અનુસાર, ચીન સિવાય કોઇ અન્ય દેશના ટૂરિસ્ટ્સ માટે અહીં કડક નિયમો છે. જે કારણે અહીં અન્ય દેશોથી ખૂબ જ ઓછા ટૂરિસ્ટ્સ આવે છે. નોર્થ કોરિયા ફરવા માટે ગાઇડ લેવા અનિવાર્ય છે.
- આ સિવાય પણ અન્ય ઘણાં એવા નિયમો છે, જેના કારણે લોકો અહીં આવતા ગભરાય છે.