Skip to main content
Settings Settings for Dark

#WorldBookDay | 23મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિન

Live TV

X
  • પુસ્તકો જીવનનું ઇંધણ : શિક્ષકો

    આજે 23 મી એપ્રિલ વિશ્વભરમાં 100 કરતાં પણ વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવાઈ રહ્યો છે. મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ 23 મી એપ્રિલે થયો હતો અને એ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા. આથી યુનેસ્કો દ્વારા 1995 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે .આજના દિવસને સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવાય છે. શેક્સપીયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ 2001માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની પ્રેરણા મળે તેવો છે.

    વિશ્વ પુસ્તક દિવસ નિમિતે યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યુ હતુ. તેમજ આ પુસ્તકોનું ઓનલાઇન વેચાણ કરવા માટે વેબસાઇટ ખુલ્લી મુકી હતી. મહત્વનુ છે કે 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી 40 ટકાના વળતરથી પુસ્તકોનું વેચાણ કરવામાં આવશે. જેનો પ્રારંભ પણ શિક્ષણમંત્રીએ કરાવ્યો હતો. આ પુસ્તકોમાં ઉચ્ચ શિક્ષણના સંદર્ભ ગ્રંથો, શબ્દ કોર્ષ, યોગાભ્યાસ, યુપીએસી, જીપીએસસી, તથા અન્ય વિષયોના જ્ઞાનસભર પુસ્તકોનો સમાવેશ થાય છે.

    અમરેલીમાં શિક્ષણ અને તાલીમ ભવન ખાતે શિક્ષકોએ પુસ્તકોનું વાંચન કર્યું હતું અને જીવન સાર્થક થાય તેમજ પુસ્તકો જીવનનું ઇંધણ બને તે માટે પુસ્તકો વંચાય તો સારૂ તેવું શિક્ષકોએ જણાવ્યું હતું. સારા પુસ્તકો આપણા મિત્ર બની રહે છે તેમ પણ લેખક વાસુદેવ સોઢાએ જણાવ્યું હતું.

    વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply