કાબૂલમાં આત્મઘાતી બ્લાસ્ટ : 31ના મોત, 52 ઇજાગ્રસ્ત
Live TV
-
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલાનો શિકાર બન્યું છે. રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં આત્મઘાતી ધડાકો થયો, જેમાં 31થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 52 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે, રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યાતાઓ છે. કાબૂલના કાર્યકારી પોલિસ અધિકારીએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે, આઈડી ડિસ્ટ્રિબ્યુશન ઑફિસના દરવાજા પર એક શખ્સ આવીને પોતાને ઉડાવી ધીધો હતો. આ સમગ્ર મામલે હજુ કોઇપણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી નથી સ્વીકારી.