માલીમાં સેનાનું મેગા ઑપરેશન,15 ઉગ્રવાદી ઠાર
Live TV
-
માલીના માપતી ક્ષેત્રમાં સેનાએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ એક અભિયાન છેડ્યું હતું, જેમાં 15 ઉગ્રવાદીઓને ઠાર કરાયા છે. માલની સેનાના જણાવ્યા મુજબ આ અભિયાનમાં 1 જવાનનું પણ મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સેનાના અધિકારીક નિવેદન પ્રમાણે શુક્રવારે ટીના વન ક્ષેત્રમાં ચલાવેલા અભિયાનમાં આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. આ સાથે જ તેમના મોટર બાઇકને પણ નષ્ટ કરી દેવાયા છે. માલીમાં હાલ હિંસામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યા છે. ગત રવિવારે ત્યાના ઐતિહાસિક શહેર ટિમ્બકટૂમાં સંયુક્ત રાષ્ટ્રના એક આધાર કેન્દ્ર પર રૉકેટ અને કાર બૉમ્બ ધડાકો કરવામાં આવ્યા હતા, જેમાં 1 સૈનિકનું મોત થયું હતું, જ્યારે 7 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.