ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણ રોકવાની કરી જાહેરાત
Live TV
-
ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા કિંમ જોંગ ઉને લીધો મોટો નિર્ણય
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને ખૂબ મોટી જાહેરાત કરી છે. કિમે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ રોકવાની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ન્યૂક્લિયર અને મિસાઈલનો ટેસ્ટ આજથી (શનિવાર) રોકી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં કિમ જોંગે દરેક પરમાણુ સાઈટ પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પરમાણુ હુમલાની ધમકી અને બેલિસ્ટિક મિસાઈલના પરિક્ષણ દ્વારા અમેરિકા સહિત સમગ્ર દુનિયાને ડરાવતા કિમ જોંગ ઉનના વર્તનમાં છેલ્લા કેટલાક સમયથી નરમાઈ જોવા મળી રહી છે. કિમ જોંગની આ જાહેરાતનું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, આ દુનિયા માટે ખુલ સારા સમાચાર છે.