Skip to main content
Settings Settings for Dark

9 લાખ કિ.મી પ્રસરી ગયુ સહારાનું રણ !

Live TV

X
  • ગ્લોબલ વોર્મિંગ, વધતા તાપમાન અને ઓછા વરસાદને કારણે ધરતી પર રણ વિસ્તાર વધી રહ્યો છે. એક સંશોધન મુજબ ૧૦૦ વર્ષોમાં દુનિયાના સૌથી મોટા સહારા રણનું ક્ષેત્રફળ ૧૦ ટકાથી વધુ વધી ગયા.

    ગ્લોબલ વોર્મિંગ, વધતા તાપમાન અને ઓછા વરસાદને કારણે ધરતી પર રણ વિસ્તાર વધી રહ્યો છે. એક સંશોધન મુજબ ૧૦૦ વર્ષોમાં દુનિયાના સૌથી મોટા સહારા રણનું ક્ષેત્રફળ ૧૦ ટકાથી વધુ વધી ગયા. અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીમાં કરાયેલા સંશોધન મુજબ ધરતી ગરમ થવાને કારણે દુનિયાના બીજા રણોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. સંશોધન મુજબ ૧૦૦ વર્ષોમાં સહારા રણનો વિસ્તાર ૯ લાખ વર્ગ કિલોમીટર વધી ગયો છે. સંશોધનના તારણ પર પહોંચવા માટે વિજ્ઞાનીઓ અને સંશોધકોએ ૧૯૨૦ થી ૨૦૧૩ દરમિયાનના વરસાદનું વિશ્લેષણ કર્યું છે. ટીમે એવું શોધી કાઢયું કે સહારાની આસપાસનું ક્ષેત્ર જે પહેલાં રણમાં આવતું ન હતું, તે હવે રણમાં ફેરવાઇ ગયું છે.

    ૧૬ ટકા સુધી રણ વધ્યું !

    સામાન્ય રીતે રણને બહુ જ ઓછા ( ૪ ઇંચ કે તેથી ઓછા ) વરસાદવાળા વિસ્તાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સહારાની આસપાસના વિસ્તારમાં તેનાથી પણ ઓછો વરસાદ થઈ રહ્યો છે. સંશોધકોના મતે વર્ષ ૨૦૧૭ ના ઊનાળામાં સહારા રણનો વિસ્તાર સૌથી મોટો થયો છે. કેટલાક સ્થળોએ આ વિસ્તાર ૯૩ વર્ષમાં ૧૬ ટકા સુધી જોવા મળ્યો છે. સંશોધકોનો દાવો છે કે રણનો વિસ્તાર માનવીની ગતિવિધિ અને પ્રાકૃતિક ફેરફારોને કારણે વધ્યો છે.

    વરસાદમાં સતત ઘટાડો

    સાહેરમાં સહારાનો દક્ષિણ છેડો આવે છે, જે મિશ્રિત વિસ્તાર હતો. પરંતુ હવે તે પૂર્ણ રણમાં ફેરવાઇ ગયો છે. વિસ્તારની ઇકોસિસ્ટમમાં અવરોધ પેદા થયો છે. આ વિસ્તારની વચ્ચે ચાડ સરોવર પણ ઝડપથી સુકાઇ રહ્યું છે. આ સરોવરના વિસ્તારમાં થઇ રહેલા ફેરફારો પુરવાર કરે છે. એ સૌથી મોટો પુરાવો છે કે વરસાદ ફક્ત એ ક્ષેત્રમાં જ નહીં આખા વિસ્તારમાં ઘટી રહ્યો છે.

    કૃષિ પર સંકટ

    સંશોધન મુજબ આ સ્થિતિ દેખાડે છે કે આફ્રિકામાં તાપમાન વધી રહ્યું છે અને વરસાદ પણ ઘટી રહ્યો છે. આ આફ્રિકન લોકોની મુશ્કેલી વધશે. અહીંની કૃષિ અર્થવ્યવસ્થા નબળી પડશે. તેને કારણે વાતાવરણમાં પર્યાવરણ માટે હાનિકારક ગ્રીન હાઉસ ગેસ અને એરોસોલ છે. આ સ્થિતિ આવનારા દિવસોમાં વૈશ્વિક સ્તરે પણ અસર કરનારી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply