સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમ, માનવ કરતા પ્રાણીઓ વધુ પ્રેમાળ
Live TV
-
બિલકુલ ના ડરીશ, હું તો થોડી માણસ છું, સિંહણે હરણના બચ્ચા પર વરસાવ્યું હેત
નામ્બિયાઃ
માણસ હિંસા કરવાનું બંધ ક્યારે કરશે તે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં જ સાઉથ આફ્રિકાના ઈત્શો નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ હતી. ફોટોગ્રાફરના કેમેરામાં આ સુંદર ક્ષણો રેકોર્ડ થઈ હતી.સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમઃ
ફોટોગ્રાફરે આ અસાધારણ તસવીરોને બે કલાક સુધી કેમેરામાં રેકોર્ડ કરી હતી. એક સિંહણ હરણના બચ્ચાને મારવાને બદલે પ્રેમ કરતી તથા તેનું રક્ષણ કરતી જોવા મળી હતી.
સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું:
ન્યૂયોર્કના આ ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે તેને સિંહો પ્રત્યે ગજબનું આકર્ષણ છે. જ્યારે તેણે જોયું કે એક સિંહણે હરણના બચ્ચાને પકડ્યું છે, તો તેને એમ જ હતું કે હવે સિંહણ શિકાર જ કરશે. જોકે, શિકાર કરવાને બદલે સિંહણે જીભથી હરણના બચ્ચા પર પ્રેમ વર્તાવ્યો હતો. આટલું જ નહીં અન્યે બે પ્રેગ્નન્ટ સિંહણો જ્યારે આ હરણના બચ્ચાનો શિકાર કરવા આવી તો તેની સામે રક્ષણ પણ કર્યું હતું. ફોટોગ્રાફરે આગળ કહ્યુ હતુ કે કુદરતમાં કંઈ પણ શક્ય બની જાય છે.