Skip to main content
Settings Settings for Dark

રંગારંગ કાર્યક્રમ સાથે શિખર સંમેલનનો પ્રારંભ, પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિ

Live TV

X
  • શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખાસ સ્વાગત કરવામાં આવ્યા હતું, બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે એ સેન્ટ જેમ્સ પેલેસમાં પીએમ મોદીને આવકાર્યા હતા. શિખર સંમેલનમાં ભારત સહિત 53 દેશ ભાગ લઇ રહ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરશે, જ્યાં વિશ્વના 50થી વધુ દેશોના રાષ્ટ્ર પ્રમુખો ભેગા થશે. વિશ્વ જગતમાં ભારતના વધતા કદને જોતા આ મંચ પરથી ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્રિતીયના અધ્યક્ષ સ્થાને બેઠકની શરૂઆત થઈ, જેમાં રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. 


    20 વર્ષ બાદ બ્રિટન રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખોના સંમેલનની યજમાની કરી રહ્યું છે અને દુનિયાની સામે હાલના તમામ પડકારોને જોતા આ સંમેલન ખૂબ મહત્વનું બની ગયું છે. આ સંમેલનમાં તમામ 53 દેશના સંગઠન સમક્ષ હાલના અવસરો અને પડકારો, લોકતંત્ર અને શાંતિ તથઆ સમૃદ્ધિને આગળ વધારવા વિશે પોતાના વિચારો રજૂ કરશે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં 50 દેશના નેતાઓ ભાગ લઈ રહ્યાં છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply