ઓસ્ટ્રિયાના નોબેલ પુરસ્કાર વિજેતાએ પીએમ મોદીની કરી પ્રશંસા, કહ્યું, વિશ્વના નેતાઓમાં આ વિશેષતા હોવી જોઈએ
Live TV
-
નોબેલ પારિતોષિક વિજેતા ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી એન્ટોન ઝેલિંગરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ કહ્યું કે પીએમ મોદી તેમને ઊંડી આધ્યાત્મિક વૃત્તિ ધરાવતું વ્યક્તિત્વ લાગે છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "મને લાગ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ આધ્યાત્મિક માણસ છે અને આ ગુણ વિશ્વના તમામ નેતાઓમાં હોવો જોઈએ."
એન્ટોન ઝેલિંગરએ કહ્યું, ભારત આધ્યાત્મિકતા અને ટેકનોલોજીમાં વિશ્વની એક મહાન શક્તિ છે. આ ગુણવત્તાથી યુવાનોને પોતાના વિચારોને અનુસરવા માટે શિક્ષિત અને પ્રેરણા આપી શકાય છે. આનાથી નવા વિચારો આવશે. ઓસ્ટ્રિયાના આ પ્રખ્યાત વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા એન્ટોન ઝેલિંગરે નરેન્દ્ર મોદીને મળ્યા બાદ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ એન્ટોન ઝેલિંગર સાથે ઘણા મુદ્દાઓ પર લાંબી વાતચીત કરી હતી.
ઝીલિંગરે કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે ક્વોન્ટમ માહિતી અને ક્વોન્ટમ ટેક્નોલોજી અને આધ્યાત્મિકતા વિશે ચર્ચા કરી હતી. ક્વોન્ટમ ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતો અંગે પ્રશ્નો અને જવાબો કર્યા હતા. વાતચીત દરમિયાન, પીએમ મોદીએ ભારતના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતાં... આ ઉપરાંત સમાજ પર ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેક્નોલોજીની અસર અને તેની ભાવિ સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે એન્ટોન ઝેલિંગરને એન્ટેન્ગ્લ્ડ ક્વોન્ટમ સ્ટેટ્સ પર તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે 2022 માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.