કેનેડામાં હિન્દી ફિલ્મ જોઈ રહેલા 200 લોકો પર શંકાસ્પદ સ્પ્રેનો છંટકાવ
Live TV
-
કેનેડાના 3 થિયેટરમાં ફિલ્મ જોઈ રહેલાં 200 લોકો પર બુકાનીધારીઓ દ્વારા સ્પ્રે છાંટવામાં આવ્યો હતો. બુકાનીધારીઓને જોઈને થિયેટરમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.
કેનેડીયન પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ યોર્ક રિજિયોનલ પોલીસ એરીયામાં બની હતી. ગ્રેટર ટોરોન્ટો એરીયામાં આવેલા થિયેટરમાં હિન્દી ફિલ્મ દર્શાવાઇ રહી હતી તે સમયે થિયેટરમાં 200 જેટલા પ્રેક્ષકો હતા જેમાં મોટા ભાગના ભારતીયો હતા અને ઓચિંતા જ ધસી આવેલા માસ્ક પહેરેલા બે વ્યકિતઓએ થીયેટરમાં ભેદી કેમીકલ સ્પ્રે કરીને ગભરાટની સ્થિતિ પેદા કરી હતી.પીલ અને ટોરોન્ટો પોલીસ બંને આ ઘટનાની તપાસ કરી રહી છે.