યુએન સુરક્ષા પરિષદમાં યુએઈ દ્વારા ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે રજૂ કરાયેલા ઠરાવને વીટો કરી દીધો
Live TV
-
યુનાઈટેડ આરબ અમીરાતે ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની માગણી કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા ઠરાવને વીટો કરી દીધો છે. સુરક્ષા પરિષદના કુલ 15 સભ્યોમાંથી 13 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે યુએસએ વિરોધમાં મતદાન કર્યું હતું. બ્રિટન મતદાનથી દૂર રહ્યું.
યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે બે મહિના સુધી ચાલેલા યુદ્ધથી ઉદ્ભવતા વૈશ્વિક ખતરાની ઔપચારિક ચેતવણી આપ્યા પછી આ મત આવ્યો. શ્રી ગુટેરેસે કહ્યું કે ગાઝામાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને નક્કર પગલાં લેવાનો સમય આવી ગયો છે, કારણ કે સમગ્ર વિશ્વની નજર આ તરફ છે.
દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઇઝરાયલને નાગરિકોની સુરક્ષા માટે વધુ કરવા વિનંતી કરી છે. બીજી તરફ, પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ કાંઠાના અલ-ફારા શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલામાં છ પેલેસ્ટાઈનના મોત થયા છે. હમાસે ઓક્ટોબરમાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા અને 240ને બંધક બનાવ્યા હતા.