Skip to main content
Settings Settings for Dark

ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 8 લોકોના મોત

Live TV

X
  • ગાઝા શહેરની પૂર્વમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસ પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયલી વિમાનોએ શુજૈયા વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય સ્થાન 'ઇબ્ન અલ-હૈથમ' સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો.

    ગાઝા સિવિલ ડિફેન્સે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારી ટીમોએ ઈઝરાયેલના હવાઈ હુમલાના પરિણામે પાંચ બાળકો અને બે મહિલાઓ સહિત આઠ પીડિતોના મૃતદેહ બહાર કાઢ્યા છે." સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં શાળા પરિસર અને વર્ગખંડોને ભારે નુકસાન થયું હતું.  ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની વાયુસેનાએ 'ઇબ્ન અલ-હૈથમ' શાળા તરીકે ઓળખાતા ગાઝા શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા.

    7 ઓક્ટોબર 2023ના રોજ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલમાં મોટો હુમલો કર્યો હતો. લગભગ 1,200 લોકો માર્યા ગયા અને લગભગ 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી અને ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી. ઈઝરાયેલના હુમલાથી ગાઝામાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. ગાઝા પર ચાલી રહેલા ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 41,272 થઈ ગઈ હોવાની માહિતી ગાઝા સ્થિત આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply