ચીનમાં એક ઈમારતમાં આગ લાગવાથી 39 લોકોના મોત, 9 ઘાયલ થયા
Live TV
-
ચીનના જિયાંગ્શી પ્રાંતમાં બુધવારે એક ઈમારતમાં આગ લાગવાથી 39થી વધુ લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.
રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ સ્થાનિક ફાયર ઇમરજન્સી હેડક્વાર્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, ઝિન્યૂ શહેરમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાનમાં આગ ફાટી નીકળી હતી, જેણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
એજન્સીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા અને 9 લોકો ઘાયલ થયા. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે.
અહેવાલો અનુસાર, જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે ઈમારતમાં ઈન્ટરનેટ કાફે અને ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ છે. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને આ સંદર્ભે તપાસ ચાલુ છે.
બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને સલામતી ધોરણોના ઢીલા અમલને કારણે ચીનમાં આગ તસામાન્ય છે. 20 જાન્યુઆરીએ મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના શયનગૃહમાં આગ લાગવાથી 13 વિદ્યાર્થીઓના મોત થયા હતા