Skip to main content
Settings Settings for Dark

યુક્રેન બોર્ડર પાસે રશિયાનું વિમાન ક્રેશ, યુક્રેનના કેદીઓ સહિત 74નાં મોત

Live TV

X
  • 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓનું જઇ લતું રશિયન સેનાનું વિમાન યુક્રેન બોર્ડર પાસેના વિસ્તારમાં ક્રેશ થઇ જતાં તેમા સવાર કુલ 74 નાં મોત થયા. રશિયાના બેલગોરોદ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ મૂક્યો છે કે યુક્રેનિયન દળોએ આ રશિયન સેનાનું પરિવહન વિમાન તોડી પાડયું છે.

    સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનમાં યુક્રેનની સેનાના ૬૫ સૈનિક સવાર હતાં જેમને એક્સચેન્જ માટે બેલેગોરોદ લઇ જવામાં આવી રહ્યાં હતાં. વિમાનમાં 6 ક્રૂ મેમ્બર અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતાં. 

    સોશિયલ મીડિયામાં વાયરલ ફૂટેજ અનુસાર આકાશમાંથી વિમાન એક ગ્રામીણ વિસ્તારમાં પડયું હતું અને જમીન સાથે ટકરાયા પછી તેમાંથી મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી. આ પછી યુક્રેનમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. બેલગોરોડમાં હવાઈ હુમલા અને ડ્રોનથી ઘણી જાનહાનિ થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply