Skip to main content
Settings Settings for Dark

માલીમાં સોનાની ખાણ ધરાશાયી થતાં 70થી વધુ લોકોના મોત થયા

Live TV

X
  • પશ્ચિમ આફ્રિકાના માલીમાં સોનાનીખાણ ધસી પડવાને કારણે 70થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માત ગયા સપ્તાહના અંતમાં થયો હતો પરંતુ બુધવારે સરકાર દ્વારા અકસ્માત અને મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

    દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં શુક્રવારે આ અકસ્માત થયો હતો. ખાણ મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

    દુર્ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા ખાણ મંત્રાલયે ખાણકામના સ્થળોની નજીક રહેતા સમુદાયોને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply