જાપાનનાં ફુકુશિમા પ્રિફેચર ખાતે એક દેવીનાં વિશાળ પૂતળાને 35 કિલોગ્રામનું માસ્ક પહેરાવાયુ
Live TV
-
આના પાછળનો ઉદ્દેશ કોરોના વાયરસનાં સંક્રમણને જળમુળથી ખલાસ કરવાનો છે
જાપાનનાં ફુકુશિમા પ્રિફેચર ખાતે એક દેવીનાં વિશાળ પૂતળાને 35 કિલોગ્રામનું માસ્ક પહેરાવવામાં આવ્યું. આના પાછળનો ઉદ્દેશ કોરોના વાયરસનાં સંક્રમણને જળમુળથી ખલાસ કરવાનો છે. કામદારોએ માસ્ક પહેરાવવા 37 મીટર આરોહણ કર્યુ જયાં સુધી કોરોના જાય નહિ ત્યાં સુધી આ માસ્ક લગાવેલુ જ રખાશે.
જાપાનના મંદિરોમાં જોવા મળતી એક પ્રખ્યાત પ્રતિમા જે કાનન-સામાના નામથી જાણીતી છે. પણ તેનું અસલ જાપાનીસ નામ કાન્ઝિયન બોસાતસુ જેનો અર્થ થાય છે દયા અને કરુણાની દેવી. કેનોન બુદ્ધ નથી, પરંતુ બોધિસત્ત્વ છે જે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. કેનન જાપાનમાં ખૂબ પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે, આમને કરેલી પ્રાર્થના ક્યારેય અસફળ નથી થતી તેમજ તેમના ચમત્કારોને લોકોએ નજરે જોયા છે. અને ઘણા મંદિરો તેના નામથી રાખવામાં આવ્યા છે.
કેનોન નામ કેવી રીતે ઉદ્ભવ્યું
કેનોન દેવીની પ્રતિમાઓ ઘણા મંદિરો તેમજ અન્ય પવિત્ર સ્થળોમાં સ્થાપિત કરવામાં આવી છે. કેનોનનો ઉદ્ભવ, બૌદ્ધ ધર્મની જેમ જ ભારતમાં દેવ દેવતા અવલોકિતેશ્વર સાથે જ છે. ભારતમાં તિબેટ અને દક્ષિણ પૂર્વ એશિયામાં અવલોકિતેશ્વરને પુરુષ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે બૌદ્ધ ધર્મ ચાઇનામાં ફેલાયો, ત્યારે તેને સ્થાનિક નામ ગુઆનાઈન આપવામાં આવ્યું, જેમાંથી જાપાની શબ્દ કેનોન આવ્યો.
