U.K.ના રોઝ બાઉલ સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ટેસ્ટ વર્લ્ડ કપ ફાઇનલ યોજાશે
Live TV
-
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે રમાનારી આઇસીસી ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. દેશભરમાં ડીડી ફ્રી ડિશ વપરાશકારો ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા લાઇવ રેડિયો ક્રિકેટ કોમેન્ટરી સાંભળવાનો પણ લાભ લઇ શકશે. ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરની ફાઈનલ મેચની ઓલ ઇન્ડિયા રેડિયો ક્રિકેટ કોમેન્ટરી ડીડી ફ્રી ડિશ ડીટીએચ સેટેલાઇટ રેડિયો પર પ્રસારિત કરશે.
ફ્રીડિશ ડીટીએચ રેડિયો ચેનલો ઉપરાંત, રેડિયો ક્રિકેટ કોમેન્ટ્રી ઓલ ઇન્ડિયા રેડિયોની એફએમ રેઈનબો ચેનલો, એફએમ સ્થાનિક રેડિયો સ્ટેશનો (એલઆરએસ), ડિજિટલ રેડિયો ટ્રાન્સમીટર (ડીઆરએમ) અને અન્ય એફએમ ટ્રાન્સમિટર પર પ્રસારિત કરવામાં આવશે. આઇસીસી ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ આ મહિનાની 18મી થી 22 તારીખ સુધી યુ.કે .ના સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાવાની છે.
