જારી રહેશે કેમ્બ્રિજ એનાલિટિકાની તપાસ
Live TV
-
ફેસબુકમાંથી ડેટા ચોરી કરી તેનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં ઘેરાયેલી કેમ્બ્રિજ એનાલિટિકાએ બિઝનેસ બંધ કરવાનું કર્યું એલાન. સરકારે કહ્યું, કંપની બંધ થવાની જાહેરાત છતા ડેટા લીક મામલાની તપાસ જારી રહેશે.
સરકારે કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત છતા ડેટા લીક મામલે તપાસ જારી રહેશે. બ્રિટન સ્થિત ડેટા એનાલિટિકા કંપની એક રાજકીય સલાહકાર કંપની પણ છે. તેના પર ફેસબુકના આઠ કરોડ 70 લાખ યૂઝર્સને ડેટા લીક કરવાનો આરોપ છે.
સરકારે આ મામલે ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા કંપની બંન્નેને નોટિસ જારી કરી છે. બંન્ને કંપનીઓએ 10 મે સુધીમાં પોતાનો જવાબ આપવાનો છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ બુધવારે પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત કરી હતી. કેમ્બ્રિજ એનાલિટિકા પર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ચૂંટણી પ્રચાર અભિયાનને પ્રભાવિત કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ દેશોમાં અમેરિકા પણ સામેલ છે.
કંપની પર આરોપ છે કે તે સંબંધિત દેશના ફેસબુક યૂઝર્સના ડેટા ચોરીને તેનો ઉપયોગ ચૂંટણી દરમિયાન કર્યો. ડેટા લીકનો આ મામલો સામે આવ્યા બાદ ભારત સરકારે સંબંધિત કંપનીઓ સહિત ફેસબુક પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.