ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેંકમાંથી 2 કરોડ ખાતાધારકોના ડેટા ગુમ
Live TV
-
ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેંકે અંદાજિત 2 કરોડ લોકોના બેંક રેકોર્ડ ગૂમ થયાની વાતનો સ્વીકાર કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેંકે અંદાજિત 2 કરોડ લોકોના બેંક રેકોર્ડ ગૂમ થયાની વાતનો સ્વીકાર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, ડેટામાં ખાતાધારકોના નામ, ખાતા સંખ્યા, સરનામા અને અન્ય માહિતી હતી. જેને બે મેગ્નેટિક ટેપમાં સંગ્રહિત કરવામાં આવ્યા. આ ડેટાને કોન્ટ્રાક્ટરે 2016માં નષ્ટ કરી દીધા હતા. રેકોર્ડને વાસ્તવિક રીતે નષ્ટ કરવા અને ખાતા સાથે જોડાયેલા સાક્ષી નહીં મળવાથી બેંકે ગ્રાહકોને એ બાબતે જાણકારી ના આપી કે ડેટાનો દુરૂપયોગ થયો હોવાની આશંકા છે. આ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટી શાહુકાર બેંકનું કૌભાંડ છે.
ડેટાની ટેપ નષ્ટ થઇ છે કે નહીં તે અંગે અવઢવ
- ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જમાં પોતાના નિવેદનમાં બેંકે કહ્યું કે, એ વાતની પુષ્ટી ના થઇ શકે કે 15 વર્ષના ડેટા વાળી ટેપને સંપુર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવી છે કે નહીં.
- એકાઉન્ટ ફર્મ કેપીએમજી દ્વારા ટેપને નષ્ટ કરવા સંબંધિત પરિસ્થિતિઓનું નિર્ધારણ કરવા માટે એક અલગ ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી.
- જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટેપમાં પાસવર્ડ, પિન અથવા અન્ય ડેટા નહતા, જેનો ખાતા સાથે છેતરપિંડી કરવામાં ઉપયોગ કરવાની શક્યતાઓ હોય.
- કોમનવેલ્થ બેંકના રિટેલ બેંકિગના કાર્યકારી પ્રમુખ એન્ગસ સુલિવાને આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી અને આ ઘટનાથી ગ્રાહકોને થયેલી અસુવિધા અને ચિંતા માટે માફી માંગી છે.