ટ્રમ્પ અને કિમ જોનની મુલાકાત માટે કવાયત, અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઉ.કોરિયા પહોંચ્યું
Live TV
-
ઉત્તર કોરિયાના નેતા કિમ જોન ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતના પ્રયાસોને આગળ વધારતા અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોન આ બંને નેતાઓ વચ્ચેની પ્રસ્તાવિક વાતચીત અંગે વાત કરવા અમેરિકાથી ખાસ પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયા પહોંચ્યું છે. આ વાતચીત પાન મુન જોન ગામમાં થઈ રહી છે. જે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેનું અસૈનિક ક્ષેત્ર છે. અગાઉ ઉત્તર કોરિયાના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, કિમ જોન ઉન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 12 જૂનના રોજ યોજાનાર મુલાકાત સંકલ્પ બદ્ધ છે.