ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ આવતા અઠવાડિયે ભારતના PM Modi ને મળશે
Live TV
-
PM Modi ની અમેરિકા મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ
US રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રચાર કાર્યક્રમમાં કહ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે ભારતના PM Modi ને મળશે. તો મિશિગનમાં એક પ્રચાર કાર્યક્રમમાં ભારત સાથે US ટ્રેડ પર બોલતા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM Modi ને મળવાની જાહેરાત કરી હતી. જોકે તે PM Modi ને ક્યાં મળશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
PM Modi ની અમેરિકા મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ
ડોનાલ્ડ ટ્રમ્પ 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન PM Modi ને મળે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે PM Modi ની અમેરિકા મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ શેર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ (2017-2021) દરમિયાન PM Modi સાથે મજબૂત સંબંધો શેર કર્યા હતાં. હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' અને ભારતમાં 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમોથી આ સ્પષ્ટ થાય છે. બંને દેશએ સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ વધાર્યો હતો.
ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના નેતાઓ સાથે ક્વાડ સમિટનું આયોજન
US પ્રમુખ જો બિડેન 21 સપ્ટેમ્બરે ડેલાવેરમાં ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના નેતાઓ સાથે ક્વાડ સમિટનું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં PM Modi પણ ભાગ લેશે. વિશ્લેષકોનું કહેવું છે કે વોશિંગ્ટન નવી દિલ્હીને એશિયામાં ચીનના વધતા પ્રભાવના કાઉન્ટર તરીકે જુએ છે. તાજેતરના મહિનાઓમાં સમિટ માટે US ની મુલાકાતે આવેલા જો બિડેન અને કેટલાક અન્ય વિશ્વ નેતાઓ પણ ટ્રમ્પને મળ્યા છે. 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સાથે થશે.
ટ્રમ્પે PM Modi ની પ્રશંસા કરતા તેમને 'શાનદાર' ગણાવ્યા
સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. વેપાર મુદ્દે ભારતની ટીકા કરવા છતાં ટ્રમ્પે PM Modi ની પ્રશંસા કરતા તેમને 'શાનદાર' ગણાવ્યા હતાં. 2019 માં જ્યારે PM Modi અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે અને ટ્રમ્પે ટેક્સાસમાં યોજાયેલી 'હાઉડી મોદી' રેલીમાં એકબીજાના વખાણ કર્યા હતાં. આ રેલીમાં 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે PM Modi ના બરાક ઓબામા અને જો બિડેન જેવા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિઓ સાથે પણ સારા સંબંધો છે.