દુનિયાભરમાં કોરોનાનો કહેર, અમેરિકામાં સ્થિતિ અતિગંભીર
Live TV
-
દુનિયાભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોધાઈ રહ્યો છે.. અત્યાર સુધી વિશ્વમાં 14 કરોડ 70 લાખથી વધારે કોરોના વાઈરસના કેસ જોવા મળ્યા છે.. જેમાંથી 12 કરોડ 40 લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે..દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે 31 લાખ 12 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.. તો અત્યાર સુધી અમેરીકામાં કોરોનાના સૌથી વધુ 3 કરોડ 27 લાખથી વધારે કેસ નોંધાયા છે તથા 5 લાખ 85 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે..તો બ્રિટનની રાજધાની લંડનમાં કોરોના લોકડાઉન વિરુધ્ધ હજારો લોકોએ રેલી કાઢી હતી.. જર્મનીના ફ્રેકફર્ટમાં કોરોના લોકડાઉન સામે અનેક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.. ઈરાકની રાજધાની બગદાદની એક કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો...જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે.. તો આગ લાગવાનું કારણ ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટ થયો હોવાનુ જણાઈ રહ્યુ છે.. અહીં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 120 દર્દીઓમાંથી 90 દર્દીઓને સુરક્ષિત રીતે બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..
