ઓસ્કાર એવોર્ડમાં અમેરિકાની નોમેડલેન્ડ ફિલ્મને મળ્યા ત્રણ મુખ્ય એવૉર્ડ
Live TV
-
નોમેડલેન્ડ ફિલ્મના નિર્દેશક ચ્હલોઈ જ્હાઓ બન્યા સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા
કોરોનાં મહામારી વચ્ચે કોવિડ-19 નાં દિશાનિર્દેશ સાથે અમેરિકાનાં લોસ એન્જલસમાં ઓસ્કર એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ વખતે યોજાયેલા 93માં ઓસ્કર પુરસ્કારમાં અમેરિકાની ડ્રામા ફિલ્મ "નોમૈડલેન્ડ" ફિલ્મને 3 પુરસ્કાર મળ્યા છે.
મહત્વનુ છે કે, સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નોમૈડલેન્ડ ફિલ્મને મળ્યો છે. નોમૈડલેન્ડ ફિલ્મના નિર્દેશક ચ્હલોઈ જ્હાઓ આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા. આ સાથે જ પ્રસિધ્ધ અભિનેતા એન્થોની હોપકિંન્સને 'ધ ફાધર' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
