Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ નૃત્ય દિવસ, જાણો નૃત્ય દિવસ વિશેની જાણી અજાણી વાતો

Live TV

X
  • આજનો દિવસ વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1982માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

    નૃત્ય એક એવી કલા છે જે માણસના મનને હળવું કરે છે. નૃત્ય એ છે જે રજૂઆત કરનાર તેમજ દર્શકના મનને પ્રસન્ન કરે છે. નૃત્યકાર ક્યારેય એકલો નથી રહેતો તેની સાથે હંમેશા નૃત્ય રહે છે જે તેને બીજાને અને પોતાને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા આપે છે. 

    આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની વેબસાઇટ મુજબ 1982માં આઈટીઆઈની ડાન્સ કમિટીએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે મોર્ડર્ન બેલેટના નિર્માતા જીન-જ્યોર્જ નોવરનો જન્મદિવસ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ નૃત્યની વૈશ્વિક ઉજવણી છે, જે UNESCOની પર્ફોર્મિંગ આર્ટ્સની મુખ્ય ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની ડાન્સ કમિટી દ્વારા બનાવવામાં આવી છે.

    આ દિવસે આખા વિશ્વમાં કેટલીક જગ્યાઓએ નૃત્યના તહેવારની ઉજવણી કરતા હોય છે. અને દર વર્ષે આ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે જેના પર આખું વિશ્વ્ કામ કરતુ હોય છે. અને આ વર્ષની થીમ "પર્પસ ઓફ ડાન્સ" નક્કી કરવામાં આવી છે. આ થીમ  UNESCO તેમજ ITIની ભાગીદારીથી નક્કી કરવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને નૃત્યના કલાકારો પોતાની કલા દર્શાવતા હોય છે. અને મન મૂકીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. આપણા નૃત્યના ફોર્મસને વૈશ્વિક સ્તરે આ દિવસે દર્શાવવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply