દુનિયામાં કોરોનાનો આંકડો 12 કરોડની નિકટ પહોંચ્યો, ભારત ત્રીજા નંબરે
Live TV
-
વિશ્વમાં રવિવારે કોરોનાના ચેપગ્રસ્તોનો કુલ આંકડો વધીને 11,94,87,107 પર પહોંચી ચૂક્યો છે. તો 7.6 કરોડથી વધુ લોકો સ્વસ્થ થયા છે.
ભારત સહિત દુનિયાભરમાં કોવિડ-19નો કહેર યથાવત છે. ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 26.3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વમાં રવિવારે કોરોનાના ચેપગ્રસ્તોનો કુલ આંકડો વધીને 11,94,87,107 પર પહોંચી ચૂક્યો છે. તો 7.6 કરોડથી વધુ લોકો સ્વસ્થ થયા છે. વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યામાં અમેરિકા પ્રથમ, ભારત બીજા અને બ્રાઝીલ ત્રીજા નંબરે રહ્યુ છે. બ્રાઝીલમાં શનિવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ કેસ નોંધાતાની સાથે તે બીજા નંબરે પહોંચ્યુ છે. જ્યારે ભારત ત્રીજા નંબરે પહોંચ્યુ હતુ.
