ભારત અને ચીને પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
બંને દેશોએ નિયંત્રણ રેખા પરની સ્થિતી અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરી
ભારત અને ચીન વચ્ચે ગઇકાલે પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સરહદી ગતિવિધીને મુદ્દે સમન્વય સાધવા 21મી બેઠક મળી હતી. બંને દેશોએ પશ્ચિમી સેક્ટરની વાસ્તવિક નિયંત્રણ રેખા પરની સ્થિતી અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરી હતી. ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના પુર્વ એશિયા વિસ્તારના અપર સચિવે કર્યું હતું.
બંને દેશો પેંગોગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કિનારાથી પુરી રીતે દૂર થવા અને બાકીના મુદ્દે સમાધાન સાધવાની દિશામાં આગળ વધવા સહમત થયા હતા. બંને પક્ષો ગયા વર્ષે મોસ્કોમાં ગયા વર્ષે વિદેશમંત્રીઓની બેઠકમાં નક્કી થયેલા દિશાનિર્દેશ મુજબ આગળ વધવા પણ સહમત થયા હતા.
