Skip to main content
Settings Settings for Dark

INDvENG:T20Iમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ટોસ જીતી પ્રથમ બોલિંગ સ્વીકારી

Live TV

X
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી સીરીઝની આજથી અમદાવાદમાં શરૂઆત થઇ છે. જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી છે. ઇંગ્લેન્ડ વર્તમાનમાં ટી ટ્વેન્ટી રેન્કિંગમાં વિશ્વની નંબર એક ટીમ છે. ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જે આ સ્ટેડિયમમાં પ્રથમ T-20 ઇન્ટરનેશનલ મેચ છે. ત્યારે ભારતીય ટીમમાં રોહિતને પ્રથમ બે T-20 મેચમાં આરામ આપવામમાં આવ્યો છે. શિખર અને રાહુલ ટી-20માં ઓપનિંગ કરશે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાની  સ્થિતિને ધ્યાનમાં લઈને સ્ટેડિયમમાં 50 ટકા લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા કુલ 100 ટકા કેપેસીટી સાથે મેચ રમવાનું નક્કી કરાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply