નાગરિકતાને લઈને રાજપક્ષે કરશે સુનાવણીનો સામનો
Live TV
-
શ્રીલંકાની એક કોર્ટે સોમવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોટાભાયા રાજપક્ષેના 16 નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની યોગ્યતાના કેસમાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે...રાજપક્ષે શ્રીલંકા પોદુજાના પેરામુના તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે..ત્રણ જજોની બેંચવાળી બે અને ત્રણ ઓક્ટોબરે એ અરજી પર સુનાવણી કરશે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશમાં 2005માં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ગોટાભાયાએ અમેરિકી નાગરિકતા રાખીને થયેલી રાજકીય ગતિવિધિઓમાં સામેલ થઈને ઈમિગ્રેશન અને ચૂંટણીના કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હતું..
અરજદારે દાવો કર્યો છે કે ગોટાભાયા રાજપક્ષે શ્રીલંકાના નાગરિક નથી, કારણ કે તેમનું નાગરિક પ્રમાણપત્ર નકલી અને ગેરકાયદેસર છે..રાજપક્ષે ચૂંટણી લડવા માટે ફોર્મ અને જામીન રકમ ભરી ચૂક્યા છે..આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ સાત ઓક્ટોબર છે..શ્રીલંકામાં 2015માં સંવિધાનમાં 19મું સંશોધન કરીને બિન શ્રીલંકાઈ વ્યક્તિને ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે..