નેપાળઃ જનકપુર સભાને મોદીનુ સંબોધન, નેપાળ વિના અમારા રામ અધૂરા
Live TV
-
નેપાળઃ જનકપુર સભાને મોદીનુ સંબોધન, નેપાળ વિના અમારા રામ અધૂરા
જનકપુરમાં વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધી હતી. તેમના ભાષણમાં જય સીયારામના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને નેપાળ વચ્ચેની દોસ્તી જુની છે. મહાભારતમાં વિરાટનગર, રામાયણમાં જનકપુર, બુધ્ધ કાળમાં લુમ્બિનીનો આ સંબંધ યુગોથી ચાલતો આવ્યો છે. નેપાળ અને ભારત આસ્થાની ભાષાથી બંધાયેલા છે. વધુમાં કહ્યુ કે અમારી માતા, આસ્થા, પ્રકૃતિ અને સાંસ્કૃતિ બધુ એક છે. નેપાળ વિના અમારુ ધામ પણ અધુરુ અને અમારા રામ પણ અધુરા છે તેમ પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ શરૂ થઇ ચૂકયો છે. પીએમ મોદી સવારે 10.30 વાગ્યે નેપાળના જનકપુર પહોંચ્યા. અહીંથી વડાપ્રધાન સીધા જાનકી મંદિર માટે રવાના થશે. અહીં પીએમ પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાન તરીકે મોદીનો ત્રીજો નેપાળ પ્રવાસ છે. પીએમ મોદી સવારે અંદાજે 8 વાગ્યે દિલ્હીથી નેપાળ માટે રવાના થયા હતા. વડાપ્રધાન અહીં આજે જનકપુર-અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી દેખાડશે. તેને રામાયણ સર્કિટના વિસ્તાર તરીકે જોઇ રહ્યાં છે.