Skip to main content
Settings Settings for Dark

પંજાબ નેશનલ બેંકનાં ભાગેડુ આરોપી મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ

Live TV

X
  • પંજાબ નેશનલ બેંકનાં ભાગેડુ આરોપી મેહુલ ચોકસી ડોમિનિકામાં પકડાઈ ગયાનો એન્ટીગુઆના મીડિયાએ બુધવારે દાવો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર મેહુલ ચોકસી ડોમિનિકાથી એન્ટીગુઆ ભાગવાના પ્રયાસમાં હતો તે દરમ્યાન તેની ધરપકડ કરાઈ છે. આ મામલે એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટોન બ્રાઉની એ તેને સીધો ભારત મોકલવામાં આવી શકે તેવો સંકેત આપ્યો છે. તેમણે કહ્યુ કે અમે ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં ધુસવા માટે મેહુલ ચોકસી સામે કાર્યવાહી કરવા અને તેને સીધો ભારત મોકલવા ડોમિનિકાને કહ્યુ છે. એન્ટીગુઆના રાષ્ટ્રપતિએ કહ્યુ કે ડોમિનિકામાં ઝડપાયેલા ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસીને ભારતને સોંપવામાં આવશે અને ભારતીય અધિકારીઓ ડોમિનિકામાં અધિકારીઓનાં સંપર્કમાં છે. પ્રધાનમંત્રી બ્રાઉનીએ કહ્યુ તે ડોમિનિકા મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે સહમત છે અને એન્ટીગુઆ તેને પરત સ્વીકારશે નહી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply