પાકિસ્તાન FATFની ગ્રે સૂચિમાં જ રહેશે
Live TV
-
એફએટીએફએ સ્વીકાર્યું- પાકિસ્તાન આતંકીઓ પર લગામ લગાવવા, ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગને નિયંત્રીત કરવામાં નિષ્ફળ રહ્યું છે
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી પાકિસ્તાનને કોઈ રાહત આપવામાં આવી નથી. તેને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું છે અને 27 મુદ્દાઓને પૂરા કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય આપ્યો છે. જો પાકિસ્તાન આપવામાં આવેલી મર્યાદા સુધીમાં આતંકીઓને ફન્ડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે કોઈ ચોક્કસ કાર્યવાહી નહીં કરે તો FATF તેની સામે કડક કાર્યવાહી કરશે.
FATFએ પાકિસ્તાનને કહ્યું છે કે, તેઓ ફેબ્રુઆરી 2020 સુધી તેમની કાર્ય યોજનાને ઝડપથી પૂરી કરવાનો એક્શન પ્લાન આપે. જો તેઓ આપેલી મુદ્દતમાં ચોક્કસ પગલાં નહીં લે તો FATF તેમની સામે કડક કાર્યવાહી કરશે. જેમાં FATFના સભ્યો પાકિસ્તાન સાથે વેપારી સંબંઘો, લેણ-દેણ પર વિશેષ ધ્યાન આપવાનો આગ્રહ કરશે.