ઉઝબેકિસ્તાનઃ ભારતીય રાજદૂતોએ મુખ્યમંત્રી વિજય રુપાણીનું કર્યું સ્વાગત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનનાં પાંચ દિવસના પ્રવાસે પ્રતિનિધીમંડળ પહોચ્યુ છે. હવાઇ મથકે ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકો એ તેઓનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.
અહીં મુખ્યમંત્રી યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ઓપન એન્ડિજાનના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. અહીં તેઓ ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ તેમજ એન્ડીજાન પ્રદેશના ગવર્નર તથા તાશ્કંદ શહેરના મેયર સાથે વન ટુ વન બેઠક કરશે. મુખ્યમંત્રી બિઝનેસ ફોરમમાં ગુજરાત ડેલીગેશન સાથે ભાગ લેશે.