પીએમ મોદી-જિનપિંગની હુબઈ મ્યુઝિયમની મુલાકાત, પીએમએ પ્રાચીન વાદ્ય વગાડ્યું
Live TV
-
શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી ચીનના હુબઈ મ્યુઝિયમ પહોંચ્યા હતા. ચીનના પ્રમુખ શી જિનપિંગે પીએમ મોદીને મ્યુઝિયમની સૈર કરાવી હતી તથા તેના મ્યુઝિયમમાં સચવાયેલી ચીજવસ્તુઓ વિશે જાણકારી આપી હતી.
મ્યુઝિયમમાં આયોજિત કાર્યક્રમમાં બન્ને નેતાઓએ પરંપરાગત ચીની સંગીત બિઓનજોંગ સાંભળ્યું હતું. પીએમ મોદીએ બાદમાં ચીની કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. હુબઈ મ્યુઝિયમમાં ઇસવીસન પૂર્વે 430ના ચીની શાસક મારકૂસના સમયના તાંબાના વિશાળ ઘંટ રાખવામાં આવ્યા છે. 1978માં એક ખોદકામ દરમ્યાન આ ઘંટ મળી આવ્યા હતા. મ્યુઝિયમમાં 2 હજાર વર્ષ જૂની ચીજવસ્તુઓ સચવાયેલી છે.