Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે રાજધાની પેરિસમાં એક મહિનાનું આંશિક લોકડાઉન

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને કેસમાં તેજ ગતિથી વધારો થઈ રહ્યો છે ત્યારે ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે રાજધાની પેરિસમાં એક મહિનાનું આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પેરિસની સાથે ફ્રાંસનાં અન્ય 15 શહેરોમાં પણ આજે મધ્યરાત્રીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. ફ્રાંસનાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લોકડાઉન પહેલાની માફક કડક પ્રતિબંધવાળુ નહીં હોય. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં 35 હજાર નવા કેસ સામે આવ્યા છે. ફ્રાંસનાં પ્રધાનમંત્રીનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર તેજ ગતિથી વધી શકે છે, તો યુરોપિયન સંઘનાં દવા નિયામકોએ એક સમિક્ષામાં નિષ્કર્ષ કાઢ્યું કે ઓક્સફોર્ડ, એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિન ન માત્ર સુરક્ષિત અને પ્રભાવી છે પરંતુ તેના ફાયદા જોખમથી ઘણા વધારે છે. સ્પેન, ઈટલી, ફ્રાંસ અને જર્મનીએ એસ્ટ્રાઝેનેકાની કોવિડ વેક્સિન લગાવવાનું કામ ફરીથી શરૂ કરી દીધું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply