બ્રિટનની સરકારે ભારતના કૃષિ કાયદાને ગણાવ્યો ભારતનો આંતરિક મુદ્દો
Live TV
-
બ્રિટને ભારતના કૃષિ કાયદાને દેશની આંતરિક બાબત હોવાનું જણાવ્યું છે. બ્રિટને કહ્યું કે લોકશાહી દેશ કાયદો અને વ્યવસ્થા અમલી કરવાનો અધિકાર ધરાવે છે અને વિદેશી સંસદમાં તેની ચર્ચા ના થઇ શકે. બ્રિટન સરકારે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઇપણ લોકશાહી માટે મહત્વનો છે. બ્રિટનના વિદેશ રાજ્યમંત્રી નિગેલ એડમ્સે જણાવ્યું કે ભારત સરકાર અને ખેડૂત સંમેલનો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના હકારાત્મક પરિણામો સામે આવશે.
