Skip to main content
Settings Settings for Dark

ભારતના અધ્યક્ષ પદે BRICS દેશોના વિદેશમંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક

Live TV

X
  • બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક ચાલી રહી છે. બ્રિક્સના 15માં સ્થાપના વર્ષમાં ભારત અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે.

    બ્રિટન, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકાના વિદેશમંત્રીઓની ચર્ચા ચાલી રહી છે જેમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, સંગઠનમાં બહુપક્ષીય વ્યવસ્થામાં સુધાર, આતંકવાદ વિરૂદ્ધ સહયોગ અને સતત વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે  ડિજીટલ અને તકનીક આધારિત સમાધાનોને પ્રોત્સાહન આપવા પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, સંગઠન એક નિષ્પક્ષ, ન્યાયસંગત, સમાવેશી, બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસશીલ છે.

    કોવિડ-19ને કારણે બ્રિક્સ દેશોમાં મૃત્યુ પામેલા લોકોના કુટુંબીજનો પ્રતિ વિદેશમંત્રીએ સંવેદના પણ વ્યક્ત કરી હતી. આ મીટિંગમાં ભારત અને સાઉથ આફ્રિકાએ કોરોના રસીના પેટન્ટને રદ્દ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને અન્ય દેશોએ સમર્થન આપ્યુ હતું.

    વર્ષ 2006ના જૂનમાં બ્રિટન, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા દ્વારા BRICS સંગઠનનીની રચના થઈ હતી અને ન્યૂયોર્ક ખાતે બ્રિક્સના મંત્રીઓની પ્રથમ બેઠક મળી હતી. આ સંગઠનનો હેતુ દેશોના સહયોગથી શાંતિ અને સુરક્ષા સ્થાપવી અને દેશોના વિકાસમાં સહભાગી થવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply