ભારતે કોરોના વેક્સિનનાં એક લાખ ડોઝ પાડોશી દેશ નેપાળની સેનાને ભેટમાં આપ્યા
Live TV
-
ભારતીય સેનાએ ભારતમાં નિર્મિત કોરોના વેક્સિનનાં એક લાખ ડોઝ પાડોશી દેશ નેપાળની સેનાને ભેટમાં આપી છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારતીય સેના દ્વારા નેપાળની સેનાને ભારતમાં નિર્મિત કોવિડ-19 ના એક લાખ ડોઝ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. જેને નેપાળની સેનાએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર પ્રાપ્ત કર્યા હતા.
