ભારતે પાપુઆ ન્યુ ગિનીને રાહત સહાય તરીકે 1 મિલિયન ડોલરની રકમની જાહેરાત કરી
Live TV
-
ભારતે માઉન્ટ ઉલાવન ખાતે જ્વાળામુખી ફાટ્યા બાદ પાપુઆ ન્યુ ગિનીને તાત્કાલિક રાહત સહાય તરીકે 10 લાખ ડોલરની રકમ આપવાની જાહેરાત કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત સરકાર આ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે પાપુઆ ન્યુ ગિનીના લોકો પ્રત્યે ઊંડી સંવેદના ધરાવે છે.
ભારત, એક નજીકના મિત્ર તરીકે અને પાપુઆ ન્યુ ગિનીના લોકો સાથે એકતામાં, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયત્નોને મદદ કરવા માટે તાત્કાલિક રાહત સહાય પૂરી પાડશે.
20 નવેમ્બરે માઉન્ટ ઉલાવનનો જ્વાળામુખી ફાટ્યો ત્યારથી, 26 હજારથી વધુ લોકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેના કારણે માનવતાવાદી રાહતની તાત્કાલિક જરૂર છે.