સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ગાઝામાં પૂર્ણ માનવીય યુદ્વ વિરામ કરવા રજૂઆત
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ગાઝામાં પૂર્ણ માનવીય યુદ્વ વિરામ કરવા રજૂઆત
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ દ્વારા ગાઝામાં પૂર્ણ માનવીય યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેમણે સુરક્ષા પરિષદને આ અંગે યોગ્ય કાર્યવાહીની અપીલ કરી છે. સુરક્ષા પરિષદને લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ભીષણ સંકટની સ્થિતિ પેદા થઇ શકે છે. ગુટેરેસમાં ગાઝાએ વ્યાપક પ્રમાણમાં રોગચાળો ફેલાવવા, લોકોના વિસ્થાપિત થવાની આશંકા સાથે માનવીય તબાહીની પણ ચેતવણી આપી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર યુદ્ધને કારણે અત્યાર સુધી ગાઝામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 16 હજારને પાર થઇ ગઇ છે.